કચ્છની કોયલ ગીતા રબારી દ્વારા ભવ્ય લોકડાયરો
"ગૌસંવર્ધનમ્... રાષ્ટ્ર વર્ધનમ્" ઉક્તિને સાકાર કરવા ગૌરક્ષા, ગોપાલન, ગૌસંવર્ધન અને ગૌ આધારિત સામાજીક, આર્થિક અને આધ્યાત્મિક ઉત્કર્ષ દ્વારા શ્રેષ્ઠ રાષ્ટ્રના નિર્માણની ભૂમિકા ગુજરાતમાં ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડના માધ્યમથી કાર્યાન્વિત થઇ રહી છે.
ચિ. યાત્રી ના જ્ન્મદિવસ ની ખુશાલીમાં શ્રી મોરબીઆ હંસરાજ પાનાચંદ પરિવાર તરફથી અબોલ જીવોના લાભાર્થે પ્રખ્યાત લોક ગાયિકા ફરિદા મીર દ્વારા ડાયરા નું આયોજન
ભારત ઋષિ, કૃષિ અને ગૌ સંસ્કૃતિનો દેશ છે. ગૌસંસ્કૃતિના રાષ્ટ્રમાં ગૌમહાત્મ્ય અનેકગણું છે. ગાય માનવજીવનનું એક અવિભાજ્ય અંગ છે. ગાય ઘર અને કુટુંબની શોભા છે. ગાય વિશ્વમાતા છે. ગાય સર્વસુખ પ્રદાન કરનારી છે. ગાયમાં ૩૩ કરોડ દેવતાઓનો વાસ છે. આમ ગાય હરતું-ફરતું દેવાલય છે. ગાય પર્યાવરણ રક્ષાનું શ્રેષ્ઠ માધ્યમ છે. ગાય આરોગ્યની ચાવી છે. પંચગવ્યના માધ્યમથી ગાય હરતું ફરતું ઔષધાલય છે. ગૌવંશ આધારિત કૃષિ શ્રેષ્ઠ છે. ગાય આર્થિક ઉત્કર્ષની અધિષ્ઠાતા છે. ગાય સુખ, સમૃદ્ધિ અને સંપન્નતાની સાથે સુરક્ષા, સ્વચ્છતા, સ્વાવલંબીતા, સમરસતા અને સંસ્કારિતાની પ્રદાતા છે. સાચે જ ગાયમાતા કલ્યાણકારી અને મંગલદાયીની છે.